પાઠ – 18

વાંચોઃ

ઘર

દરેક મકાન ઘર નથી હોતું. કેટલાંક મકાનો મંદિરો હોય, મસ્જિદો હોય, ચર્ચ હોય, હૉસ્પિટલો હોય, નિશાળો હોય. પંચતારાંકિત હૉટેલ પણ હોય કે દરિયા કિનારાનું રિસૉર્ટ હોય. આ યાદી લાંબી કરવી હોય એટલી થાય. આ બધાં મુલાકાતનાં સ્થાન હોય છે. પણ બધે જઈને જ્યાં પાછાં ફરીએ છીએ તે ઘર.

ઘર પણ અનેક પ્રકારનાં હોય. વિશાળ બંગલા હોય. પાંચ બેડરૂમના આલીશાન એપાર્ટમેન્ટ હોય, બે-ત્રણ ઓરડાનું હોય કે પછી નાની સરખી ઝૂંપડી હોય. પણ ઘરનું ઘરપણું એની વિશાળતા પર કે સુખસગવડો પર નક્કી નથી થતું. જ્યાં ક્યારે પહોંચી જાઉં અને નિરાંત મેળવું એવું થાય તે ઘર. દુનિયાભરમાં ફરીને પાછા ફરવાનું મન થાય તે ઘર.

સાચુકલા ઘરની એક જ કસોટી, એ ક્યારેય નિરાશ ન કરે. સદાય હસતું ને હસતું, કિલ્લોલતું રહે. સવારે ઊઠીએ ત્યારે તાજું તાજું લાગે ને રાતે એની ગોદમાં મીઠી નિંદર આવે.

ઘણાં સુખની શોધમાં ઘર ત્યજીને નીકળી પડે છે. એને મકાન તો જોઈએ જ. પછી એ મંદિર હોય, મઠ હોય કે ધર્મશાળા. સુખ બહાર શોધવાની આ મથામણ હોય છે. સુખદુઃખ તો આવ્યા જ કરવાનાં. શરીર છે એટલે બધું છે. પણ આ સુખદુઃખ જ્યાં વહેંચી લેવાતાં હોય; આનંદની પળો જ્યાં બેવડાતી હોય અને દુઃખની પળો જ્યાં હળવી થતી હોય તે ઘર. ઘર ત્યજાય નહીં સચવાય. જેમ ઈશ્વર આ શરીરમાં જ છે તેમ આપણાં સુખદુઃખ પણ આ ઘરમાં જ હોય છે.



શબ્દકોશઃ
હોય = is a form of verb હોવું = to be, it gives two kinds of meanings: 1) usual state of affairs, 2) conditional mood; પંચતારાંકિત = a. five star; મુલાકાત = f. visit, interview; આલીશાન = a. huge, grand; ઘરપણું = n. homeliness; નિરાંત = f. peace of mind; કસોટી = f. test; ગોદ = f. lap; કિલ્લોલતું = a. making a joyous noise; મઠ = hermitage; મથામણ = f. struggle; હળવી = a. light, burdenless; ત્યજાય = passive form of verb ત્યજવું = to abandon; સચવાય = passive form of verb સાચવવું = to protect, to take care.


1) સાંભળો અને બોલોઃ

ઘરનું ઘરપણું એની વિશાળતા પર કે સુખસગવડો પર નક્કી નથી થતું.
જ્યાં ક્યારે પહોંચી જાઉં અને નિરાંત મેળવું એવું થાય તે ઘર.
સાચુકલા ઘરની એક જ કસોટી, એ ક્યારેય નિરાશ ન કરે.
ઘણાં સુખની શોધમાં ઘર ત્યજીને નીકળી પડે છે.
ઘર ત્યજાય નહીં સચવાય. જેમ ઈશ્વર આ શરીરમાં જ છે તેમ આપણાં સુખદુઃખ પણ આ ઘરમાં જ હોય છે.



2) Let us understand the function of verb form હોય. This form has two functions:

1) Usual state of affairs. Let us take few examples.

પંખીને પાંખો હોય/હોય છે. (Birds have wings)
સરકાર પાસે સત્તા હોય/હોય છે. (Government has power)
મે મહિનામાં બહુ ગરમી હોય/હોય છે. (It is very hot in May)
ડિસેમ્બરમાં આ હૉટેલમાં એક પણ રૂમ ખાલી ન હોય.
(There is no vacant room in this hotel in December.)

Other verbs are also used in this way. For example,

ઘર ક્યારેય નિરાશ ન કરે.
પંચતારાંકિત હૉટેલમાં જમવાનું મોંઘું મળે.
સાંજે બગીચામાં બધાં ભેગાં થાય અને કોઈ મુદ્દા પર ચર્ચા કરે.

We have learned this verb form in Present tense. Present tense takes auxiliary verb forms છે, છું, છીએ etc. like in બોલે છે, વાંચું છું, રમીએ છીએ. Let’s look at the suffix paradigm again:

Singular Plural
1st Person -ઉં -ઈએ (વાંચું છું, વાંચીએ છીએ)
2nd Person -એ -ઓ (વાંચે છે, વાંચો છો)
3rd Person -એ -એ (વાંચે છે, વાંચે છે)

The same form is used without auxiliary. It gives the meaning of general state of affairs, truths, or habits. With auxiliary it gives the meaning of present tense or truths. When a verb has ઓ/આ vowel at the end and if takes –એ suffix it is changed to –ય.

For example,
હો+એ=હોય, ખા+એ=ખાય, જા+એ=જાય, સમા+એ=સમાય
This happens only with the –એ suffix and not with other suffix. For example,
હોઉં, ખાઉં, જઉં, ખાઓ, ખાઈએ

2) The second function of this form is of conditional. For example,

એ મને મળે તો હું એમનો ફોન નંબર પૂછીશ.
ત્રીજી સીટી વાગે એટલે બંધ કરો.
માસી મને બોલાવે તો હું ચોક્કસ જઈશ.
તમે મને પ્રશ્ન પૂછો તો હું જવાબ આપીશ.
બધા લોકો કચરો રસ્તા પર ફેંકે તો રસ્તો કેવી રીતે ચોખ્ખો રહે?

3) Use the following words is sentences. Two examples are done for you.

મકાન (a building) પ્રકાર (type) યાદી (a list)
નિરાંત (peace of mind) પહોંચવું(to reach) નિરાશ કરવું(disappoint)
સદાય(always) સુખ(happiness) બહાર(out, outside)


મકાન - અહીંથી પાંચમું મકાન એ અમારું ઘર છે.
પ્રકાર - કેરીના અનેક પ્રકાર હોય.
યાદી –
નિરાંત –
પહોંચવું –
નિરાશ કરવું –
સદાય –
સુખ –
બહાર –

4) નીચેનો ફકરો મોટેથી વાંચોઃ

અમારું ઘર શહેરની વચ્ચે છે. આસપાસ ઘણાં મકાનો છે. ઘણાં મકાનો નવાં છે અને ઘણાં જૂનાં છે. અમારું મકાન જૂનું છે. મારા દાદાએ આ મકાન બનાવ્યું હતું. અમારા ઘરમાં લાકડાના બારણાં પર સુંદર કોતરણી કરેલી છે. અમારા ઘરમાં કુલ ત્રણ માળ છે. નીચેના માળે બેઠક રૂમ, રસોડું અને બે બેડરૂમ છે. પહેલા માળે ત્રણ બેડરૂમ છે. બે બેડરૂમ અમે બે ભાઈઓનો છે. એક બેડરૂમ અભ્યાસ માટે રાખ્યો છે.

5) Try to translate the above para into English.

Some words: જૂનું = old, કોતરણી = engraving, માળ = floor.

6) Change the following sentences into Present tense.

6.1. ઘરડા માણસે છોકરાને પાણીમાંથી બચાવ્યો.
6.2. બધા સૈનિકો નીચે ઊતર્યા.
6.3. દાદીએ કૂતરાને રોટલો આપ્યો.
6.4. તું કેમ ખોટું બોલ્યો?
6.5. શેઠે નોકરને બોલાવ્યો.


Answers:

5) Try to translate the above para into English.

Our house is in the middle of the city. There are many buildings around it. Many of the houses are old and many are new. Our house is old. My grandfather built it. The wooden doors of our house consist beautiful engraving. There are three storeys in our house. On ground floor, there are a drawing room, kitchen and two bedrooms. Three bedrooms are on the first floor. Two of them are for us, two brothers, and one is kept as study.

6) Change the following sentences into Present tense.

6.1 ઘરડો માણસ છોકરાને પાણીમાંથી બચાવે છે.
6.2 બધા સૈનિકો નીચે ઊતરે છે.
6.3 દાદી કૂતરાને રોટલો આપે છે.
6.4 તું કેમ ખોટું બોલે છે?
6.5 શેઠ નોકરને બોલાવે છે.