પાઠ – 17

વાંચોઃ

શેરને માથે સવા શેર

એક હતી બકરી અને એક હતું શિયાળ. બકરી ભોળી હતી અને શિયાળ લુચ્ચું હતું. બકરી પાસે એક ખેતર હતું. શિયાળ પાસે એક તળાવ હતું.

શિયાળે પોતાનું તળાવ વેચવા કાઢ્યું. બકરીને થયું, “ચારો તો જંગલમાંથી ચરી અવાશે. નજીક તળાવ હોય તો દૂર નદીએ પાણી પીવા ન જવું પડે.” બકરીએ ખેતરના બદલામાં તળાવ ખરીદ્યું.

બીજે દિવસે સાંજે બકરી તળાવમાં પાણી પીવા ગઈ. દૂરથી જ શિયાળે કહ્યું, “એમ કાંઈ પાણી ન પિવાય.!” બકરી કહે, “કેમ? તળાવ મેં ખરીદ્યું છે.”

શિયાળ કહે, “એની કોણ ના કહે છે? મેં તને તળાવ વેચ્યું છે, પાણી નહીં.”

બકરી મૂંઝાઈ. તે જંગલના રાજા સિંહ પાસે ન્યાય મેળવવા ગઈ. સાથે શિયાળ પણ હતું.

સિંહે આખી વાત સાંભળી અને શિયાળને કહ્યું, “તારી વાત સાચી છે. પાણી તારું છે અને તળાવ બકરીનું છે. બકરીના તળાવમાંથી તારું પાણી લઈ જા.”

શિયાળને સમજાયું કે શેરને માથે સવાશેર હોય જ છે. તળાવમાંથી પાણી કઈ રીતે ખાલી કરી શકાય? એ વીલે મોંએ પાછું ફર્યું. બકરીએ ખુશ થઈને નિરાંતે પાણી પીધું.



શબ્દકોશઃ
ભોળી = Adj. Feminine form, innocent, શિયાળ = Neuter, a fox, લુચ્ચું = Adj., cunning, ચરી = Connected past participle form of ચરવું = to graze, પીવા = infinitive of પીવું, “એમ કાંઈ પાણી ન પિવાય” = one can’t drink water like this. એની કોણ ના કહે છે? = Who says no to it? / Who denies it? શેરને માથે સવા શેર હોય જ છે. = There is always someone better. વીલે મોંએ = with abashed face, ashamed.

(Now onwards we are going to explain and many things from the text in Gujarati rather than in English.)


1) સાંભળો અને બોલોઃ

બકરી ભોળી હતી અને શિયાળ લુચ્ચું હતું.
શિયાળે પોતાનું ખેતર વેચવા કાઢ્યું.
“ચારો તો જંગલમાંથી ચરી અવાશે. નજીક તળાવ હોય તો દૂર નદીએ પાણી પીવા ન જવું પડે.”
એમ કાંઈ પાણી ન પિવાય.!
સિંહે આખી વાત સાંભળી અને શિયાળને કહ્યું.


2) નીચેનાં વાક્યોને ભૂતકાળમાં (past tense) ફેરવો.

બકરી ભોળી છે.
બકરી પાણી પીએ છે.
બકરી સિંહ પાસે જાય છે.
હું તળાવ વેચું છું.
તળાવ તારું છે પણ પાણી મારું છે.
શિયાળ બકરીને રોકે છે.
સિંહ શિયાળને કહે છે.
બકરી જંગલમાંથી પાછી આવે છે.
બકરી ખુશ થાય છે.
શિયાળ ત્યાંથી જાય છે.

3) નીચેનાં વાક્યોને ભવિષ્યકાળમાં (Future tense) ફેરવો.

હું પાણી પીઉં છું.
અમે જંગલમાં જઈએ છીએ.
બકરી મારી વાત સમજે છે.
બકરી ખુશ થાય છે.
શિયાળ શું કરે છે?

4) નીચે કેટલાંક નામો (nouns) આપ્યાં છે. એમની સામે કેટલાંક વિશેષણો (Adj.) આપ્યાં છે. એક અમે જોડ્યું છે એ રીતે બાકીનાં જોડો.

વિશેષણો નામો
ચોખ્ખું શિયાળ
ભોળી બાળક
લુચ્ચું બકરી
નાનું દવા
સાચી ચહેરો
કાળો તળાવ
લાંબો ઘોડો
હસતો વાત
કડવી રસ્તો

5) Now make sentences with the help of above phrases that your have joined.

For example:1) એક ચોખ્ખું તળાવ હતું.

2)
3)
4)
5)
6)
7)
8)

6) નીચેનાં વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર (translation) કરો.

બકરી ભોળી હતી અને શિયાળ લુચ્ચું હતું.
તારી વાત સાચી છે.
બકરી મૂંઝાઈ.
તળાવ મેં ખરીદ્યું છે.
બકરીએ ખુશ થઈને નિરાંતે પાણી પીધું.

7) Grammar

In the previous lessons we have seen the functions of various case suffixes. In this part we are going to see function of Genetive Case. Even though this suffix is treated as Case suffix its function is not like other cases. It’s function is to form adjectives from Nouns. The relations between Noun and the genitive adjective can be many. However, we will look at few of them and mostly we will go by its function of forming adjectives from noun. In many previous lessons we have come across such adjectives. Let’s look at some:

7.1) સગપણ (Kinship relation)

તમારી દીકરી, મારા કાકા, તમારાં પત્ની, મમ્મીની બહેન, મીરાંનો વર,
(Your daughter, My uncle, Your wife, Mummy’s sister, Meera’s husband)
મારા કાકાનો દીકરો, અમારા પડોશીની દીકરી, રામનો ભાઈ.
(My uncle’s son, Our neighbour’s daughter, Ram’s brother.)

7.2) માલિકી (Possession)

અમારું ઘર, પોતાનો સામાન, બકરીનું તળાવ, જંગલનો રાજા,
(Our house,( One’s) own luggage, Goat’s lake, King of Jungle)
મારી પેન્સિલ, તારી સાઈકલ, મારો પગ, એનો હાથ, મારું પુસ્તક.
(My pencil, Your bycyle, My leg, Her hand, My book)
તમારો મુદ્દો, લસણની ગંધ, એનું લખાણ, એમનો સમય.
(Your point, Smell of garlic, His writing, His time)


In the above example you will find that Gujarati and English are similar. However, in many cases they are not. E.g.

ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ, મળવાની ઇચ્છા, મુશ્કેલીઓનો સામનો,
(Journey to Austrelia, Wish to meet, Fight to problems)
આંબાનું લાકડું, આશ્રમની મુલાકાત.
(Timbre of mango-tree, Visit of hermitage)

7.3) દ્રવ્ય અને વસ્તુ (material and object)

લાકડાનું ટેબલ, સોનાની વીંટી, પ્લાસ્ટિકની ડોલ, કાપડની થેલી.
(Wodden table, Golden ring, Plastic bucket, Cotton bag)


In the above the function of the suffix –ન- is very clear. It forms an adjective from a noun. This adjective takes gender and number suffixes as per the Head Noun.

7.4) ધાતુ પરથી નામ (Noun from verb)

ખાવાનું – મારાં પત્નીને આજકાલ તીખું ખાવાનું ભાવતું નથી.
(My wife, nowadays, does not like to eat hot items)
બોલવાનું – બોલવાનું બંધ કરો.
(Stop talking.)


Answers:

2) નીચેનાં વાક્યોને ભૂતકાળમાં (past tense) ફેરવો.

બકરી ભોળી છે. બકરી ભોળી હતી.
બકરી પાણી પીએ છે. બકરી પાણી પીતી હતી.
બકરી સિંહ પાસે જાય છે. બકરી સિંહ પાસે ગઈ.
હું તળાવ વેચું છું. મેં તળાવ વેચ્યું.
તળાવ તારું છે પણ પાણી મારું છે. આ તળાવ તારું હતું પણ પાણી મારું હતું.
શિયાળ બકરીને રોકે છે. શિયાળે બકરીને રોકી.
સિંહ શિયાળને કહે છે. સિંહે શિયાળને કહ્યું.
બકરી જંગલમાંથી પાછી આવે છે. બકરી જંગલમાંથી પાછી આવી.
બકરી ખુશ થાય છે. બકરી ખુશ થઈ.
શિયાળ ત્યાંથી જાય છે. શિયાળ ત્યાંથી ગયું.

3) નીચેનાં વાક્યોને ભવિષ્યકાળમાં (Future tense) ફેરવો.

હું પાણી પીઉં છું. હું પાણી પીશ.
અમે જંગલમાં જઈએ છીએ. અમે જંગલમાં જઈશું.
બકરી મારી વાત સમજે છે. બકરી મારી વાત સમજશે.
બકરી ખુશ થાય છે. બકરી ખુશ થશે.
શિયાળ શું કરે છે? શિયાળ શું કરશે?

4) Cennect the noun and adjective

Exmp.: ચોખ્ખું તળાવ
ભોળી બકરી
લુચ્ચું શિયાળ
નાનું બાળક
સાચી વાત
કાળો ઘોડો
લાંબો રસ્તો
હસતો ચહેરો
કડવી દવા/td>
(onther options: નાનું તળાવ, લાંબો ચહેરો, કડવી વાત...)/td>

5) Make sentences of the phrases.

5.1. બકરી ભોળી હતી.
5.2. શિયાળ લુચ્ચું હતું.
5.3. નાનું બાળક હસતું હતું.
5.4. એણે સાચી વાત કહી હતી.
5.5. રસ્તો લાંબો હતો.
5.6. એનો હસતો ચહેરો યાદ છે.
5.7. તું કડવી દવા પી.
5.8. કાળો ઘોડો સરસ છે./td>

6) નીચેનાં વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર (translation) કરો.

The goat was simple but the fox was cunning.
What you say is correct.
The goat was puzzled.
I have purchased the lake.
The goat was happy and drank water peacefully./td>