Suffix | Functions |
---|---|
થી | Instrument, Scource, Force/Reason |
માં | Location, Place (generally, equivalent to ‘in’ ) |
પર | Location, (generally, equivalent to ‘on’) |
એ | Instrument, Location, Time |
ખેડૂતે બકરીને દોરીથી ઝાડ સાથે બાંધી.
The farmar tied the goat to the tree with a rope |
દૂધને ગળણીથી ગાળીને લેવું.
Milk should be purified with a strainer. |
એણે રુમાલથી મોં લુછ્યું.
He wiped his face with hankerchief. |
માળીએ કુહાડીથી લાકડાના ટુકડા કર્યા.
The gardner cut the log with an axe. |
આ ડાઘ સાબુથી પણ જતા નથી.
This stain does not come off even with soap. |
મહેમાનનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું.
The guest was welcomed with garland. |
વિમાન દિલ્લીથી સવારે દસ વાગે ઉપડ્યું.
The plane departed from Delhi at ten in the morning. |
રેલ્વે સ્ટેશનથી અમારું ઘર 15 કિલોમીટર છે.
Our home is 15 k. m. from the railway station. |
આ સોફા અહીંથી ખસેડો.
Please remove this sofa from here. |
કોઈએ બારણું બહારથી બંધ કર્યું છે.
Someone closed the door from outside. |
છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો નથી.
There is no rain since last one month. |
મેં સવારથી કશું ખાધું નથી.
I have not ate anything since morning. |
આવતી કાલથી આ દુકાન બંધ થશે.
This shop will be closed from tomorrow. |
તડકાથી છોડ સાવ સુકાઈ ગયો છે.
(The plant dried due to the sun.) |
ભૂકંપથી 100 જેટલાં ઘર પડી ગયાં છે.
(Around 100 building fell due to earthquake) |
પવનથી બારી બંધ થઈ ગઈ.
(The window shut due to wind) |
વરસાદથી કપડાં ભીનાં થયાં છે.
(The cloths are wet due to rain.) |
વીજળી પડવાથી મકાનને નુકસાન થયું છે.
(The building is damaged due to lightening.) |
આગળ રસ્તો સાંકડો છે. વાહન ધીમેથી ચલાવો.
(The road is narrow ahead. Drive slowly.) |
એક જોરથી ધક્કો વાગ્યો અને હું નીચે પટકાયો.
(I got a big jolt and I fell down) |
એણે સહેલાઈથી એ વજનદાર થેલો ઉપાડ્યો.
(He easily lifted the heavy bag.) |
બસમાં એક પણ સીટ ખાલી નથી.
(There is no vacant seat in the bus.) |
તમારા ચશ્મા ટેબલના જમણા ખાનામાં છે.
(Yours specs are in the right drawer of the table.) |
હું ચામાં દૂધ નાખતો નથી.
(I don’t put milk in the tea.) |
અમારા ગામમાં વડલાનાં વૃક્ષો ઘણાં છે.
(There are many bunyan trees in our village) |
આ મુદ્દો સંસદમાં રજૂ કરવો જોઈએ.
(This topic should be presented in the parliament.) |
ઉતાવળમાં હું પાસબુક લાવવાનું ભૂલી ગયો.
(I forgot the pass-book due to haste.) |
ભૂલમાં મેં ખોટો નંબર તમને આપ્યો.
(I gave you a wrong number by mistake) |
મને એ માણસમાં વિશ્વાસ નથી.
(I do not trust that man) |
આ બાબતમાં તમે વકીલની સલાહ લો.
(Please take advocate’s advice in this matter) |
ઘણા લોકો ધર્મની બાબતમાં ચુસ્ત હોય છે.
(Many people are staunch in the matter of religion) |
એની વાતમાં કોઈ દમ નથી.
(There is no substance in his talk.) |
દીવાલ પર કોઈ છબી ન ટાંગો.
(Do not hang any photograh on the wall) |
એના મોં પર હંમેશાં હાસ્ય હોય છે.
(There is always smile on her face) |
દરેક કારની છત પર એક એક કૂતરું બેઠું હતું.
(There were dogs sitting on each roof of cars) |
ચાદર પર લોહીના ડાઘા હતા.
(There were blood stains on the sheet) |
ઊંટ પર બેસવું અઘરું હોય છે.
(It is very difficult to sit on a camal) |
અમે કાલે સવારે વડોદરા પહોંચીશું.
(We will reach Vadodara tomorrow morning) |
આવતા મહિને કબડ્ડીની હરિફાઈ શરુ થશે.
(The Kabaddi competitions will begin next month) |
તમે સાંજે ઘરે મળશો?
(Will you be available at home in the evening?) |
એના જમણા પગે ફ્રેક્ચર થયું છે.
(There is a fracture in his right leg.) |
મારા હાથે કોઈ ખરાબ કામ થયું નથી.
(No wrong is done with my hands.) |
મેં મારી સગી આંખે એને જોઈ છે.
(I have seen her with my own eyes) |
મા-બાપે અમને સારું શિક્ષણ આપ્યું છે.
Parents have given us good education. |
મોટી બહેને રસોઈ બનાવી અને મેં વાસણ માંજ્યાં.
Elder sister cooked food and I cleaned the utencils. |
બિલાડીએ ઉંદર પકડ્યો.
The cat caught the mouse. |
પત્રકારે મુખ્ય પ્રધાનને પ્રશ્ન પૂછ્યો.
The journalist asked question to the chief minister. |
ગુસ્સામાં એણે _______બારીનો કાચ ફોડી નાખ્યો. (હથોડી)
He broke the window pane with a hammer in anger. |
મમ્મીએ ________કેકના ચાર ભાગ કર્યા. (ચપ્પુ)
Mummy cut the cake in four with the knife. |
તમે _____ આવ્યા? (ક્યાં)
Where did come from? |
_______ ___ ઘણી વસ્તુઓ પડી છે. (ટેબલ)
Many things are lying on the table. |
મેં પૈસા ________ મૂક્યા. (ખીસું)
(I put the money in the pocket) |
અમને ___________ તરવાની મજા આવે છે. (નદી)
(We enjoy swimming in river.) |