છોકરાઓ મેદાનમાં રમે છે. (The boys are playing on the ground) |
ગીતા નિશાળે જાય છે. (Gita is going to school) |
હું કૉફી પીશ. ( I will take coffee) |
પપ્પા મને બોલાવે છે. (Papa is calling me) |
અમે મકાન શોધતા હતા. (We were searching a house) |
તું દવા કેમ પીતો નથી? (Why don’t you take medicine?) |
હું સવારે છાપું વાંચું છું. (I read newspaper in the morning) |
માસીએ નવું ટેબલ ખરીદ્યું. (Aunty purchased a new table) |
અમારા પડોશી પોપટ પાળે છે. (Our neighbour keeps a parrot) |
મારો દીકરો તમને દુકાન બતાવશે. (My son will show you the shop) |
એ દર વરસે દસ વૃક્ષો વાવે છે. (He plants ten trees every year) |
પાણીનો ગ્લાસ ટેબલ પર છે. (The glass of water is on the table) |
મહેમાન ઊપરના રૂમમાં છે. (The guest is in the upper room) |
વરસાદ પડે છે. (It is raining) |
ઘડિયાળ ક્યાં છે? (Where is the clock?) |
દાદી સાપથી બીએ છે. (Grandma is afraid of snake) |
અમને અહીં મજા આવે છે. (We enjoy here.) |
નીલાને થાક લાગ્યો છે. (Neela is tired) |
બધાં બાળકોને ચૉકલેટ ભાવે છે. (All children love chocklate) |
તમને ક્યાં દુખે છે? (Where does it pain you?) |
મને ભૂખ લાગી છે. (I am hungry) |
નર્સ દરદીને ઇન્જેક્શન આપે છે. (The nurse gives injection to patient) |
શિક્ષક બાળકોને વાર્તા કહે છે. (The teacher tells story to students) |
પપ્પા દીકરીને દાખલો સમજાવે છે. (Father explains the sum to daughter.) |
તું મહેમાનને એમનો રૂમ બતાવ. (Please, show the guest his room.) |
પેલા ડૉક્ટર તમને ઓળખે છે? (Does the doctor knows you?) |
અમે મકાન જોયું. (We saw the house) |
અમે બજારમાં દાદાને જોયા. (We saw grandfather in the market) |
આ હેન્ડલ બરાબર પકડો. (Hold the handle tight) |
પેલા માણસને પકડો. (Catch that man) |
હું ગીત સાંભળું છું. (I am listening to the song) |
હું તમને સાંભળું છું. (I am listening to you) |
દુકાનદાર પૈસા ગણતો હતો. (The shopkeeper was counting money) |
તમે આ અથાણું ચાખો. (Please taste this pickle) |
નોકર કપડાં ધૂએ છે. (The servant is washing the cloths) |
માસી સામાન બાંધે છે. (Aunty is packing the things) |
હિરોઈન કપડાં બદલે છે. (The heroin is changing cloths) |
અધિકારી મારી વાત સાંભળતા નથી. (The officer is not listening to me) |
મારા પતિ બહુ ચા પીતા નથી. (My husband does not drink much) |
દુકાનમાંથી તમે શું ખરીદશો? (What will you purchase from the shop?) |
શેખરને જલેબી ભાવે છે. (Shekhar likes Jalebi) |
હવે મને મંદિર દેખાય છે. (Now I see the temple) |
દાદીને ચાલવામાં મુશ્કેલી પડે છે. (Grandmother has problem in walking) |
અમને આટલી મોંઘી મિઠાઈ ન પરવડે. (We can not afford such costly sweets) |
અમારા પડોશીને થોડું ઓછું સંભળાય છે. (My neighbor is little hard of hearing.) |
બાળકોને ગણિત અઘરું કેમ લાગે છે? (Why children find mathematics difficult?) |
મારા ભાઈને રોજ એક નવો વિચાર સૂઝે છે. (Every day my brother gets a new thought.) |
દરદીને ઠંડું દૂધ પચતું નથી, ગરમ કરીને આપો. (The patient can not digest cold milk. Please heat and give.) |
પંદર દિવસની સારવાર પછી એમને સારું લાગશે. (He will feel better after fifteen days’ treatment) |
મેં તમને એક ફોટોગ્રાફ મોકલ્યો છે. (I have sent you a photograph) |
મમ્મીએ દુકાનદારને પૈસા ચૂકવ્યા. (Mother paid money to the shopkeeper.) |
મહેમાનને કેરીનો રસ પીરસો. (Please serve mango juice to the guests) |
તમે તમારી નવી કાર મને બતાવશો? (Will you show me your new car?) |
પત્રકારો તમને અનેક સવાલો પૂછશે. (The journalist will ask you many questions) |
ઉતાવળમાં મેં તમને ખોટો સેલફોન નંબર આપ્યો. (I gave you wrong cellphone number in hurry) |
કંપનીએ પાંચ કર્મચારીઓને મકાન ફાળવ્યાં છે. (The company has allotted houses to five employees) |
પહેલાં તમે એ વાત તમારી મમ્મીને સમજાવો. (Firstly, you explain it to your mother.) |
રમેશને આ કામ મુશ્કેલ લાગે છે. (Ramesh finds this work difficult.) |
મને આ ઓશિકું કઠણ લાગે છે. (I find this pillow hard) |
બાળકને તરસ લાગે છે. (The child gets thirsty.) |
મને લાગે છે કે આ છોકરી ખોટું બોલે છે. (I feel that the girl is telling a lie.) |
દાદીને તાવ આવે છે. (Grandmother has fever.) |
મને ઊંઘ આવે છે. (I am sleepy) |
એને છીંક આવી એટલે હાથમાંની ચા ઢોળાઈ. (He spilled the tea because he sneezed.) |
આ ચોપડી વાંચવામાં મને મજા આવે છે. (I am enjoying reading this book.) |
પપ્પાને ગુસ્સો કેમ આવ્યો? (Why papa got angry?) |
પોલીસને શંકા પડી. (The police doubted.) |
નોકરને આપણું ઘર દૂર પડે છે. (The servant finds our house very far.) |
બાળકને આ ચડ્ડી મોટી પડે છે. (This short is big for the child) |
તમને ગરજ પડે છે એટલે આવો છો. (You come because you are in need) |
મને આ કામમાં મજા પડે છે. (I enjoy this work.) |
પાછળથી એને ખૂબ પસ્તાવો થયો. (Later he repented a lot.) |
દીકરાને નોકરી ન મળી એનું બાપને દુઃખ થયું. (Father was sad about his son not getting job) |
તમને તકલીફ થાય છે? (Do you have any problem?) |
એને આઇસ્ક્રીમ ખાવાની ઇચ્છા થાય છે. (He wants to eat icecream.) |
આજે બન્ને બાળકોને ઊલટી થઈ. (Both the children vomited.) |
અમને તારી ચિંતા થાય છે. (We are worried about you.) |