બંગાળના એક નાનકડા સ્ટેશને ગાડી ઊભી રહી. એક ફેશનેબલ યુવક ગાડીમાંથી ઊતર્યો. તેની પાસે એક નાનકડી બૅગ હતી. તે મોટે મોટેથી કૂલીને બૂમો પાડવા લાગ્યો. નાનકડા સ્ટેશને કૂલી ક્યાંથી હોય? બે-પાંચ પેસેન્જર ઊતરેલા. તે પોતપોતાનો સામાન લઈ ચાલવા માંડ્યા.
એ ગાડીમાંથી એક મોટી ઉંમરના સાદા વેશધારી સજ્જન પણ ઊતર્યા હતા. તે પેલા યુવકની મૂંઝવણ સમજી ગયા. એ પેલા યુવક પાસે ગયા અને બોલ્યા, “તમારી આ પેટી હું ઊચકી લઉં?” પેલો યુવક સમજ્યો કે આ સાદા વેશમાં કુલી છે. તેણે કહ્યું,”તેમાં વળી પૂછવાનું શું? હું ક્યારનો બૂમો પાડું છું. ચાલ, લઈ લે.” પેલા સજ્જને પેટી ઊંચકી લીધી અને યુવાનની પાછળ પાછળ ચાલવા માંડ્યું. ઘર નજીક જ હતું. યુવકે ઘરનું બારણું ખખડાવતાં તેના મોટાભાઈએ તે ઉઘાડ્યું. પેટી લઈને સાથે ઊભેલા સજ્જનને જોઈને તે એકદમ પગે લાગ્યા અને બોલ્યા, “અરે વિદ્યાસાગરજી આપ?” પેલો યુવક તો આભો બની ગયો. તેણે વિદ્યાસાગરજીની માફી માગી. વિદ્યાસાગરે કહ્યું, “ભાઈ, પોતાનાં નાનાં નાનાં કામ જાતે જ કરવાં જોઈએ. સ્વાવલંબી થવું એ સ્વતંત્ર થવા માટેની પહેલી શરત છે.” |
ઊતર – ય – આ | હ – ત –આ | = ઊતર્યા હતા. |
Main verb | Auxiliary verb |
બાળકો મેદાનમાં રમતાં હતાં. (The children were playing in the ground) |
સવિતા ચણિયો સીવતી હતી. (Savita was sewing a skirt) |
સૂરતની બસ બીજા નંબરના પ્લેટફૉર્મ પર આવી હતી. (The bus for Surat came on platform number two.) |
અમે પેટ ભરીને આઈસ્ર્કીમ ખાધો. (We ate stomouch full of icecream.) |
રૂમમાં પહેલેથી જ ત્રણ વ્યક્તિઓ બેઠી હતી. (There were already three persons sitting in the room) |
મુખ્ય મહેમાન આજે ભારતના બંધારણ વિશે બોલવાના હતા. (Today the chief guest was going to talk about Indian constitution.) |
એના કાનમાં મચ્છર ભરાયું. (A mosquito entered in his ear) |
ગઈ કાલે અમે જુનાગઢ પહોંચવાના હતા. (We were expected to reach Junagadh yesterday.) |
એ ખૂણામાં એક છોકરી રડતી હતી. (A girl was crying in the corner) |
મારે ઈ-મેઈલ લખવાનો હતો પણ હું ભૂલી ગયો. I was to write the email but I forgot) |
આખી રાત અમે જમીન પર સૂતા હતા. (For whole night we slept on the floor.) |
ક) મેં કાગળ લખ્યો. |
હું કાગળ લખતો હતો. |
મેં કાગળ લખ્યો હતો. |
હું કાગળ લખવાનો હતો. |
ખ) મામીએ સાડી ખરીદી. |
મામીએ સાડી ખરીદી હતી. |
મામી સાડી ખરીદતાં હતાં. |
મામી સાડી ખરીદવાનાં હતાં. |
ગ) મેં સફેદ ઝભ્ભો પહેર્યો. |
મેં સફેદ ઝભ્ભો પહેર્યો હતો. |
હું સફેદ ઝભ્ભો પહેરવાનો હતો. |
ઘ) હું ફ્રીઝ ખોલતો હતો. |
મેં ફ્રીઝ ખોલ્યું. |
હું ફ્રીઝ ખોલવાનો હતો. |
ચ) એણે મને રોક્યો એટલે હું ન આવી શક્યો. |
એણે મને રોક્યો હતો. એટલે હું ન આવી શક્યો હતો. |
છ) પત્રકારે નેતાને સવાલ પૂછ્યો. |
પત્રકાર નેતાને સવાલ પૂછતો હતો. |
પત્રકાર નેતાને સવાલ પૂછવાના હતો. |
જ) એક ગુંડાએ મારી બહેનનો હાથ ખેંચ્યો. |
એક ગુંડો મારી બહેનનો હાથ ખેંચતો હતો. |
બાળક તમારી સામે જોતું __________. (હતું, હતી, હતો) |
દાદાને સ્કૂટરનો ધક્કો _______. (વાગી, વાગ્યું, વાગ્યો). |
ગયે વર્ષે કંપનીએ 545 મશીનો વેચ્યાં_______. (હતું, હતાં, હતો) |
તમે બધા બપોરે ક્યાં __________ હતા? (ગયો, ગયા, ગઈ) |
મારા પડોશીએ એક બિલાડી _______ હતી. (પાળી, પાળ્યો, પાળ્યું) |
તમે આવ્યા ત્યારે હું રોટલી બનાવતો _________. (હતી, હતો, હતા) |
દાદા માટે અમે એક સરસ ધાબળો _________હતા. (ખરીદવાનો, ખરીદવાના, ખરીદ્યો) |
નવરાત્રીના છેલ્લે દિવસે બધાં ખૂબ _______ હતાં. (નાચ્યાં, નાચી, નાચ્યો) |
તે દિવસે સતત ફટાકડા ફૂટતા _________. (હતો, હતાં, હતા) |
એના જન્મદિવસે મોટી પાર્ટી રાખવાની _______. (હતા, હતી, હતો) |