પાઠ – 31

નીચેના ફકરા વાંચો અને સમજો

માહિતીનો બોજો

આપણે માહિતીના વિસ્ફોટના યુગમાં જીવી રહ્યાં છીએ. અખબારો, ટેલિવિઝન, વીકીપીડિયા, ફેસબુક, ઇન્ટરનેટ, સેલફોન આ વિવિધ માધ્યમો આપણને અનેક પ્રકારની અને અનેક વિષયોની માહિતી આપે છે. અને લોકો એવું પણ માનતાં થયાં છે કે આ યુગમાં ટકી રહેવું હોય તો સતત નવી મહિતીઓને જાણતા રહેવું પડે. અનેકવિધ વિજ્ઞાનો અસ્તિત્વમાં આવી રહ્યાં છે. અને એમની સાથે જૂનાં ફેંકાઈ ગયાં નથી. જૂની માહિતી સાથે નવી માહિતી ઉમેરાતી જાય છે. એક સામાન્ય માણસ માટે આ બધું જાણવું, યાદ રાખવું અને ઉપયોગમાં લેવું અશક્ય છે. છતાં એની પાછળ બધાં સતત દોડતાં દેખાય છે.

ભગવાન શામળાજીની સાડા પાંચ ફૂટ ઊંચી ચાર ભુજાવાળી કાળા પથ્થરમાંથી ઘડાયેલી મૂર્તિ છે. એમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલ છે. લોકવાયકા પ્રમાણે આ વિસ્તારના કરામ્બુજ તળાવમાંથી ભગવાન શામળિયાની મૂર્તિ જમીન ખેડતા મળી આવી હતી. મંદિરના પરિસરમાં શામળાજી ઉપરાંત શંકર ભગવાન અને ગણપતિની મૂર્તિઓ પણ છે.પહેલાં રોગ થાય એટલે આપણે ડૉક્ટર પાસે દોડી જતા અને એણે આપેલી દવા પૂરી શ્રદ્ધા સાથે લેતા. હવે કશું થાય એટલે લોકો ઇન્ટરનેટ પર શોધે છે. રોગોનાં લક્ષણો, દવાઓ, વિવિધ સારવાર પદ્ધતિઓ વાંચી અને અજમાવવાના પ્રયત્ન કરે છે. આ બાબત જોખમી નથી?

માહિતીના ઢગલાઓ વચ્ચે જીવતી વખતે બે બાબતો યાદ રાખવા જેવી છે. એક તો એ કે બધી માહિતી બધા માટે નથી હોતી. અને માહિતી વાંચીને યાદ નથી રહેતી કે એ ઉપયોગમાં પણ લઈ શકાતી નથી. કોઈ માહિતી રોગનાં લક્ષણો વિશે માહિતી આપે કે દવાઓનું સૂચન કરે તેથી એ સૂચનોનો અમલ કરવા તરફ દોડી ન જવું. કારણ કે દવાઓ વિશે અને એમનાં પરિણામો વિશે આપણે અજાણ હોઈએ છીએ. કેટલાક લોકો તો ઇન્ટરનેટ પર વાંચેલા નુસખાઓ અનેકોને મોકલી દે છે. અને એમ કરવામાં જાણે પોતે ખૂબ મોટું ઉપયોગી કામ કર્યું હોય એવું માને છે.

માહિતી વાંચવી ત્યાં સુધી ઠીક છે. એમાંથી આપણને ઉપયોગી શું છે એ સમજવું જરૂરી હોય છે. અને ઉપયોગી માહિતી ઉપરછલ્લી છે કે પૂરતી છે એની ખાતરી કરી લેવી જોઈએ. માહિતી ત્યારે જ કામ લાગે જો એનો ઉપયોગ આપણે કરી શકીએ. અને જેનો ઉપયોગ વારંવાર કરીએ અને અનુભવ કરીએ એ જ પછી જ્ઞાન બને છે. બાકી બધી માહિતી યાદ રાખવાની કસરત બોજારૂપ છે.


શબ્દકોશઃ
વિસ્ફોટ = explosion, યુગ = era, અખબાર = newspaper, વિવિધ માધ્યમો = various media, ટકી રહેવું = to last, અસ્તિત્વમાં આવી રહ્યા છે = are coming into existence, ઉમેરાતી જાય છે = is being added, છતાં= yet, in spite of, શ્રદ્ધા = belief, trust, અજમાવવાના પ્રયત્ન = to try out, અજાણ = unknown, નુસખો = remedy, trial, ઉપયોગી = useful, વારંવાર = frequently, ઉપરછલ્લું = superficial, બોજારૂપ = burdensome.