પાઠ – 27

નીચેનો પ્રસંગ વાંચોઃ

એક વાર મૉસ્કોના ક્રેમલિન વિસ્તારમાં હું દાઢી કરાવવા એક દુકાનમાં દાખલ થયો. ઓચિંતાના લેનિન પણ ત્યાં આવ્યા. એમને આવકારવા અમે બધા ઊભા થઈ ગયા.

“કેમ છો, વ્લાદીમીર ઈલિચ?” એમને આવકારતાં અમે બોલ્યા.

“તમે કેમ છો, બિરાદરો?” એમણે વળતો વિવેક કર્યો. પછી પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા એ સામયિકો વાંચવા લાગ્યા.

એક ખુરશી ખાલી પડી. અને કારીગરે વારા પહેલાં જ લેનિનને ત્યાં બેસવાની વિનંતી કરી.

“તમારો આભાર !” એ બોલ્યા. પણ બેઠા હતા ત્યાંથી ઊભા ન થયા. પછી કહ્યું, “આપણે વ્યવસ્થા જાળવવી જોઈએ. દરેકે પોતાના વારા પ્રમાણે જ ઊઠવું જોઈએ. નિયમો તો આપણે જ ઘડીએ છીએ, તો પછી એને કેમ તોડી શકાય ?”

અમે આગ્રહ કરવા લાગ્યા, “તમારે તો ખૂબ કામ રહેતું હોચ, વ્લાદીમીર ઇલિચ! અને અમને બે ઘડી ખોટી થવામાં વાંધો નથી.”

પણ એ ન જ ઊઠ્યા. અમે પણ બેસી રહ્યા. અમે છ જણ હતા, પણ કોઈ હાલ્યું નહીં. આખરે, અમારી લાગણી દુભાશે એ બીકે, લેનિન અમારો ખૂબ આભાર માનીને ખાલી ખુરશી પર બેસી ગયા. એમની દાઢી થઈ જતાં સૌને “આવજો !” કહીને ચાલી ગયા.

આખી જિંદગીમાં એ એક જ વાર હું લેનિનને મળ્યો છું. પણ એ દૃશ્ય હું કદી ભૂલી શક્યો નથી.


શબ્દકોશઃ
વિસ્તાર = area, દાઢી કરાવવી = to get shaved, દાખલ થવું = to enter, ઓચિંતાના = unexpected, આવકારવું = to welcome, વળતો = (વળતું) returning, વિવેક કરવો = to show politeness, વારો = turn, ખોટી થવામાં = in getting late, દુભાશે = (Future form of verb દુભાવું)will be offended.


1) Please translate the following sentences:

1.1. એમને આવકારવા અમે બધા ઊભા થઈ ગયા.
1.2. એ સામયિક વાંચવા લાગ્યા.
1.3. નિયમો તો આપણે જ ઘડીએ છીએ.
1.4. અમે છ જણ હતા.
1.5. એ દૃશ્ય હું કદી ભૂલી શક્યો નથી.

2) Grammar

Look at the following forms:

કરાવવા, આવકારવા, વાંચવા, કરવા.

They are formed from verbs. When suffix –વા is added the infinitive form is created. It gives the meaning of “for, for the purpose of”. Let’s use them in sentences:

હું દાઢી કરાવવા દુકાનમાં દાખલ થયો.
(I entered the shop to get shaved.)
એમને આવકારવા અમે બધા ઊભા થયા.
(We all got up to welcome him.)
મમ્મી શાકભાજી ખરીદવા બજાર ગયાં છે.
(Mummy has gone to the market to purchase vegetables.)
તું ફ્રેન્ચ શીખવા ક્યાં જઈશ?
(Where will you go to learn French?)
મુખ્ય મહેમાન બોલવા ઊભા થયા.
(The chief guest got up to speak.)
હું તમારી વાત સમજવા માગું છું.
(I want to understand your say)
અમે બધા વિરોધ કરવા ઊભા થયા.
(We all got up to oppose)
ગામના બધા લોકોને ભેગા કરવા સહેલું નથી.
(It is not easy to bring together all people of the village.)

The same form is also used in complex verbs. For example –

રમવા લાગ્યા ચાલવા લાગ્યા ખાવા લાગ્યા
હસવા લાગી દોડવા લાગી ફેંકવા લાગ્યો
કૂદવા લાગ્યું ઓછું થવા લાગ્યું પડવા લાગ્યો

These complex verbs are formed with infinitive form of main verb and auxiliary verb લાગવું. The auxiliary verb gives the meaning of “beginning”.

રમવા
To play
લાગ્યા
began (began to play)
ચાલવા
To walk
લાગ્યા
began (began to walk)
કૂદવા
To jump
લાગ્યા
began (began to jump)

The auxiliary verb agrees to the Subject in this type of verb phrase.

છોકરાઓ રમવા લાગ્યા.
મહેમાન ચાલવા લાગ્યા.
બાળક કૂદવા લાગ્યું.
પાણી ઓછું થવા લાગ્યું.
એ ગાંડો માણસ પથરા ફેંકવા લાગ્યો.
વરસાદ પડવા લાગ્યો.

3) Try to translate following sentences in Gujarati.

3.1. I have come here to play.
3.2. I want to explain it to you.
3.3 They have gone to temple to offer prayer.
3.4 She is coming to station to receive you.
3.4 She began to cry.
3.5 The water began to boil.
3.6 He started walking.
3.7 He began to shout.


Answers:

1)

1.1. એમને આવકારવા અમે બધા ઊભા થઈ ગયા.
We all got up to welcome him.
1.2. એ સામયિક વાંચવા લાગ્યા.
He began to read a magazine
1.3. નિયમો તો આપણે જ ઘડીએ છીએ.
We ourselves have formed rules.
1.4. અમે છ જણ હતા.
We were six
1.5. એ દૃશ્ય હું કદી ભૂલી શક્યો નથી.
I could never forget that scene

3)

3.1. હું અહીં રમવા આવ્યો છું.
3.2. મારે એ તમને સમજાવવું છે.
3.3. તેઓ પ્રાર્થના કરવા મંદિરે ગયા છે.
3.4. એ તને તેવા સ્ટેશને આવે છે.
3.5. એ રડવા લાગી.
3.6. પાણી ઉકળવા લાગ્યું.
3.7. એ ચાલવા લાગ્યો.
3.8. એ બૂમો પાડવા લાગ્યો.