1. કેમ છો? (How are you?) |
2. મજામાં. (I am fine) |
3. કેટલા વાગ્યા? (What’s the time?) |
4. અહીં નજીકમાં કોઈ સારી હૉટેલ છે? (Is there a good hotel nearby?) |
5. અહીંથી એરપોર્ટ/સ્ટેશન કેટલું દૂર છે? (How far is airport/station from here?) |
6. માફ કરજો. મને થોડું મોડું થયું. (Sorry, I am little late.) |
7. તમે મને મળી શકશો? આપણે મળી શકીએ? (Will you meet me? Can we meet?) |
8. આજે હું દિલ્હી જવાનો છું. આપણે બે દિવસ પછી મળી શકીશું. (I am going to Delhi today. We can meet after two days.) |
9. સૉરી, મને આજે નહીં ફાવે. આપણે બુધવારે મળીશું. ચાલશે? (Sorry, It does’nt suit me today. We will meet on Wednesday. Is it o.k.?) |
10. એમનો ફોન નંબર આપી શકશો? (Can you give his phone number?) |
11. હું તમને ઘર સુધી મૂકી જઈશ. (I will take you home.) |
12. સૉરી, મને ખબર નથી. (Sorry, I don’t know.) |
13. અહીં તમને જરૂર ગમશે. અહીં તમને મજા આવશે. (Your will like here.) |
14. આ જાણીને મને ખૂબ આનંદ થાય છે. (I am very happy to here this.) |
15. આપણે ક્યાં જઈએ છીએ? (Where are we going?) |
16. આ બહેન તમને મદદ કરશે. (The lady will help you.) |
17. તમે થોડાં વહેલાં આવો તો સારું. (It will be nice if you come little early.) |
18. મારી ઑફિસ અહીંથી નજીક છે. (My office is close from here.) |
19. તમને ચા-કૉફી શું ફાવશે? (What will you have, tea, coffee?) |
20. સાંજે આપણે સાથે જમીશું. (We will eat to-gether.) |
21. હું જરા કામમાં છું. આપણે અડધા કલાક પછી વાત કરીશું. ચાલશે? (I am little busy. We will talk after half-n-hour. Will it be alright?) |
22. કદાચ હું કાર્યક્રમમાં/મિટિંગમાં સમયસર નહીં પહોંચી શકું. (Probably I can’t reach on time for the programme/meeting.) |
23. મારાં બહેન ખૂબ માંદાં છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. (My sister is serious. She is admitted in the hospital.) |
24. તમારી તબિયત કેવી છે? (How is your health?) |
25. તમે મુંબઈથી પાછા ક્યારે આવશો? (When will you come back from Mumbai?) |
26. હું તમને ખૂબ યાદ કરું છું. (I miss you a lot.) |
27. ત્યાં મારે કોને મળવાનું છે? (Whom should I meet there?) |
28. ચા સરસ બની છે! (The tea is good.) |
29. મને તમારી ચિંતા થાય છે. (I am worried about you.) |
30. તમે એને હેરાન ન કરો. (Don’t tease him.) |
31. મને યાદ નથી. / મને યાદ આવતું નથી. (I don’t remember) |
32. તમે ક્યાં રહો છો? તમે શું કરો છો? (Where do stay? What do you do?) |
33. તમને કોઈ તકલીફ હોય તો કહો. (Please tell me if you are in trouble.) |
34. તમે થોડો આરામ કરો. તમને આરામની જરૂર છે. (Take some rest. You need rest.) |
35. હું તમારી રાહ જોઉં છું. હું તમારી રાહ જોઈશ. (I am waiting for you. I will wait for you.) |
36. આ જગ્યા બહુ સરસ છે. (This place is beautiful.) |
37. હું થાકી ગયો છું. (I am tired.) |
38. મારા ચશ્મા જડતા નથી. તેં જોયા છે? (I don’t find my glasses. Did you see them?) |
39. (ફોન પર) વાત થઈ શકશે? (Over phone) Can we speak? |